સિક્યુરિટી તોડીને મેદાનમાં ફેન ઘુસ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ હતો.

પેટ કમિન્સ 49 રન બનાવીને આઉટ થયો હતો. રવીન્દ્ર જાડેજાએ તેને નીતિશ કુમાર રેડ્ડીના હાથે કેચ કરાવ્યો હતો. જાડેજાએ પહેલા દિવસે સેમ કોન્સ્ટાસ (60 રન)ને પણ આઉટ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત 311/6ના સ્કોરથી કરી હતી. સ્ટીવ સ્મિથે 68 રન અને કેપ્ટન પેટ કમિન્સે 8 રન સાથે ઇનિંગ્સને આગળ ધપાવી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દિવસે સેમ કોન્સ્ટન્સે 60, ઉસ્માન ખ્વાજાએ 57 અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *