સિક્યુરિટીમેને બાચકામાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની તસ્કરી

રાજકોટમાં બાબરિયા કોલોનીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના ઘરમાં ચોર ત્રાટકી રૂ.2.29 લાખની માલમતા ચોરી ગયા હતા. ભક્તિનગર પોલીસે બાબરિયા કોલોનીના ક્વાર્ટરમાં રહેતા સરમનભાઇ રઘુભાઈ ઓડેદરા(ઉ.વ.52)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

સરમનભાઇએ જણાવ્યું છે કે, તે અહીં બે વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગત તા.3ના વહેલી સવારે તેને મકાન ખાલી કરી બીજે રહેવા જવાનું હોય નજીકમાં ભાવેશ ધોબી નામનો માણસ રહેતો હોય તેને અમને સામાન ખાલી કરાવવા મદદરૂપ થવા બોલાવ્યો હતો. અમે બધા સામાનને પ્લાસ્ટિકના બાચકામાં ભરતા હતા. ગત તા.2ના રોજ બાચકા તૈયાર કરી નીચે બ્લોકમાં રાખ્યા હતાં. બાદમાં સામે રોડ પર જાહેરમાં રાખ્યા હતાં. જેમાં એક બાચકામાં બીજા સામાન સાથે સોનાના દાગીના અને રોકડ પણ થેલીમાં ભરીને મુક્યા હતા. મકાનની ફેરવણી કરી હોય ત્યાં જઈ તપાસતા દાગીના ભરેલી થેલી અને રોકડ મળી કુલ રૂ.2.29 લાખ જોવા ન મળતા ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *