રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવતા યુવકની મોટી દીકરી (ઉ.વ.14) સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તેમની બાજુમાં તેમનો સાળો તેના પરીવાર સાથે રહે છે. ચારેક મહિના પહેલાં તે પરીવાર સાથે વતનમાં ગયેલ હતો. બાદમાં તેમની પત્ની અને બાળકો 15 દિવસ પહેલા વતનમાંથી રાજકોટ આવેલ હતા. તેઓ વતનમાં રોકાયેલ હતો. ગઇ તા.25.07.2024 નાં રોજ રાજકોટ આવવા વતનમાંથી બસમાં નીકળેલ હતો આ દરમ્યાન સાંજનાં તેમની પત્નીનો ફોન આવેલ કે, હું તથા આપણા બાળકો આપણા ઘરે હતા. બાદમાં આપણી નાની દીકરી ઘરે જ હતી, તે જોવા મળતી નથી. તેમની પત્ની અને સાળાએ આજુબાજુમાં તપાસ કરતાં તે મળી આવેલ નહિ અને તે તા.27.07.2024 નાં રાત્રીનાં 3 વાગ્યે પહોચેલ અને પુત્રીની તપાસ કરેલ પણ તે મળી આવેલ ન હતી. બાદમાં જાણવા મળેલ કે તેમના સાળા સાથે રહેતો અનુપ નિશાદ જોવામા આવતો નથી. જેથી, અનુપ તેમની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.