સાયબર ફ્રોડ થયા તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં રૂપિયા જમા થયા રાજકોટમાં, 6 ફરિયાદમાં 19 શખ્સ સામે ગુનો નોંધાયો

સાયબર ગઠિયાઓ દેશના કોઇપણ ખૂણે રહેતા લોકોને પોતાની જાળમાં ફસાવી નાણાં પડાવી લે છે અને ફ્રોડની રકમ અન્ય રાજ્યના બેંક એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં જમા કરાવી લઇ ચેઇન મારફત તે રકમ વિદેશ બેઠા બેઠા હસ્તગત કરી લે છે.

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુરુવારે છ ફરિયાદમાં 19 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટના રિક્ષાચાલક, શાકભાજીના ધંધાર્થી, ક્ષૌરકર્મ અને મજૂરી કરતાં લોકોના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા હતા અને તેમને પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવા બદલ રૂ.1 હજારથી માંડી

IT નોટિસ આપે ત્યાં સુધીમાં બધું સગેવગે થઈ જાય છે સાયબર ફ્રોડમાં જે વ્યક્તિની ‘કિટ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ ગરીબ અથવા તો અત્યંત ગરીબ હોય છે. તેના નામે લાખો-કરોડો નહીં અમુક કિસ્સામાં અબજો રુપિયાના વહિવટ બેથી ત્રણ વર્ષમાં કરી નાખવામાં આવે છે. ત્યાં સુધી કોઈને પણ એટલે કે આખી સરકારી મશીનરીમાંથી કોઈને પણ જાણ નથી થતી.

ત્યારબાદના બે કે ત્રણ વર્ષ પછી ઈન્કમટેક્સ જેના નામે નાણાંકિય વ્યવહાર થયા હોય તેને નોટિસ આપે છે. જો કે, ત્યાં સુધીમાં તો રૂપિયા વિદેશમાં અથવા તો અલગ-અલગ ગેંગના માફિયાઓ સુધી પહોંચી ગયા હોય છે.

આ બે કિસ્સા પરથી સમજો તપાસના નામે કેવા-કેવા નાટક થાય છે રાજકોટ ઈન્કમટેક્સે ભગુ પાલા ટોયટાને 23 કરોડ જ્યારે વાલદાસ બળવંતરાય દેવમુરારીને 46 કરોડની નોટિસ અનુક્રમે 2021-22 અને 2018-19માં થયેલા વ્યવહારો સંદર્ભે 3 અને 6 વર્ષે નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે કે, તમે કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા તો ઈન્કમટેક્સ શા માટે નથી ભર્યો? આ બન્ને વ્યક્તિ અત્યંત ગરીબ છે અને આ બન્નેના ખાતા ભાડેથી મેળવીને કારસ્તાન કરાયું છે. હવે આ બન્ને પાસેથી રાતીપાઈ પણ વસૂલી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *