રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિજ્ઞાન અને પ્રોદ્યોગોકી વિભાગ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ 3.0નો ઝોનલ રાઉન્ડનું 23મીએ આયોજન કરાયું છે. આ રાઉન્ડમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ પોરબંદર જિલ્લાઓના તમામ તાલુકાઓ તથા મહાનગરપાલિકાઓના તાલુકા કક્ષાએ વિજેતા બનેલ ટોપ 10 વિદ્યાર્થી સ્પર્ધકો ઝોનલ વિનર બનવા માટે ઝોનલ કક્ષાના રાઉન્ડમાં ભાગ લેશે.
આ રાઉન્ડમાં પ્રથમ લેખિત ક્વિઝનું આયોજન કરવામાં આવશે. જેમાંથી દરેક તાલુકાના ટોપ 4 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે અને તેઓ નેશનલ લેવલ પર આગળ જશે. ઝોનલ કક્ષાના વિજેતાની પસંદગી સ્ટુડિયો રાઉન્ડ દ્વારા કરવામાં આવશે જે ક્વિઝ માસ્ટર દ્વારા આયોજિત કરવામાં આવશે. વિજેતા બનેલ તમામ વિદ્યાર્થીઓને વિવિધ ઇનામ અપાશે. જેમાં ટેલિસ્કોપ, રોબોટિક્સ કિટ, ડ્રોન કિટ વગેરે સામેલ છે તથા પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં પણ આવશે. આ ક્વિઝ્નો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં સાયન્સ, ટેક્નોલોજી, ગણિત અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જ્ઞાન વૃદ્ધિ કરવાનો છે. અગાઉ રાજકોટ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.