લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. જેમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને આગામી 7મી મેના દિવસે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ પણ પ્રચારમાં જોતરાઈ ગયા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્યમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આજે ડીસા અને હિંમતનગરમાં બે સભા ગજવી PM મોદી ઉત્તર ગુજરાતની 4 અને મધ્ય ગુજરાતની 1 લોકસભા બેઠક તેમજ વિજાપુર વિધાનસભાને કવર કરશે. ડીસામાં વડાપ્રધાને જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. ડીસાથી નરેન્દ્ર મોદી હિંમતનગર-તલોદ રોડ પર આમોદરા પાસે સભા સ્થળે પહોંચ્યા છે. બીજી તરફ આજે બપોરે બે વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે.
સંસદમાં મને ગુજરાતના બધા જ સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને સાબરકાંઠા અને મહેસાણા બને જોઈએ છે. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો હતો તો નાના-મોટા કામ માટે થોડો મોકલ્યો હતો. આજે દેશની સેવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યે છું.
કેમ છો મારા સાબરકાંઠાવાળા. મને ક્યાં તમારે જોવાનો બાકી છે. સાબરકાંઠા જોડે મારો તો જૂનો નાતો છે. પેઢીઓ બદલાઈ ગઈ પણ સાબરકાંઠાવાળાઓનો પ્રેમ મારા પર એવો ને એવો જ છે. મને તમારી પર ભારે ભરોસો છે.