સાણથલીના યુવાન સાથે કારનો સોદો કરવાના બહાને 5.35 લાખની છેતરપિંડી

આટકોટ સાણથલી ગામે રહેતા યુવાને પોતાની કારને વેચવાની જાહેરાત સોશિયલ મીડિયા પર મૂકી હતી અને એ દરમિયાન રાજકોટના ઘંટેશ્વરમાં રહેતા શખ્શ અને એના મિત્ર કાર ખરીદવા આવ્યા હતા, જે પેટે યુવાને 5.35 લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા યુવાને તપાસ કરતા માલુ પડ્યું કે જે એકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું તેનું ચેક આપ્યો હતો અને આધારકાર્ડ પણ ખોટું હોવાનું માલુમ પડ્યું હતું જેથી યુવાને આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે. જસદણ તાલુકાના સાણથલી ગામે રહેતા અને ખેતી કામ કરતા સંદીપભાઈ ગોબરભાઇ વેકરીયાએ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ ઘંટેશ્વર રહેતા નિશિત જગદીશભાઈ મહેતા અને નિશિતના એક મિત્રના નામ આપ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પાસેની કાર વેચી નાખવી હોય જેના ફોટા જાહેરાતમાં મૂક્યા હતા અને ત્યારે રાજકોટથી નિશિત મહેતાએ ફોન કરીને કહ્યું હતું કે મારે ગાડી લેવી છે.

તેના મિત્ર સાથે આવીને કારમાં એક ચક્કર માર્યું અને કહ્યું કે આ ગાડી મારે લેવી છે જેથી ગાડીની કિંમત 5.35 લાખ નક્કી કરી હતી. તેના મિત્ર આશિષ પાસે રહેલી ચેકબુકમાંથી એક ચેક યુવાનને આપી તેમાં 5.35 લાખની રકમ ભરી હતી અને આ ચેક યુવાનને આપ્યો હતો. બાદમાં જ્યારે ફરિયાદીએ જસદણ ખાતે બેન્ક ઓફ બરોડામાં એક જમા કરાવ્યો હતો ત્યારે બેંકમાંથી ફોન આવ્યો હતો કે તમે જમા કરાવેલ ચેક રિટર્ન થયો છે. તેથી નિશિતને જાણ કરાતાં તેણે કહ્યું કે હું અમદાવાદ છું આરટીજીએસ પૈસા કરાવી આપીશ. એમ કહ્યું હતું પરંતુ બીજા દિવસે પણ કોઈ પૈસા આવ્યા ન હતા.આથી સાણથલીના યુવકને પોતે છેતરાઇ ગયો હોવાનો અહેસાસ થયો હતો અને આટકોટ પોલીસમાં છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે રાજકોટના બન્ને શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. યુવાનને ચેક રીટર્ન થતાં શંકા જતા તેણે આપેલ આધાર કાર્ડ ના સરનામે તપાસ કરતા સરનામું ખોટું હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં રાજકોટના કોમર્શિયલ બેંકમાં તપાસ કરતા જે એકાઉન્ટનો ચેક આપ્યો હતો તે એકાઉન્ટ પણ બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આધાર કાર્ડમાં દર્શાવેલા ફોટા બાબતે મિત્ર મારફત તપાસ કરતાં તેનું નામ નીરવ ગોહિલ હોવાનું માલુ પડ્યું હતું જેથી નીરવ ગોહિલ પાસે જઈ આ આધારકાર્ડ બાબતે પૂછતા ફોટો પોતાનો હોવાનું કહ્યું જેથી યુવાનને તેના ઘરના સીસી ફૂટે જ દેખાડતા તેના ઘરે ગાડી લેવા આવનાર વ્યક્તિ નિશિતે મહેતા હોવાનું કહેતા તેના ઘરે જઈ તપાસ કરતા નિશિત મળી આવ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *