સાણથલી ગામનાં યુવાને પોતાના ઘરે જ દિવાલ પરના હુક સાથે દોરડું બાંધીને ફાંસો ખાઇને જીવનનો અંત આણી દીધો હતો.
સાણથલી ગામમાં રહેતા કોળી યુવાન રસિકભાઈ ચકાભાઇ ડાભી ઉંમર વર્ષ 38 એ કોઇ અગમ્ય કારણોસર ઘરે દિવાલ પર હુક સાથે દોરડું બાંધી આપધાત કર્યો હતો. ઘટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે જસદણની સિવિલમાં ખસેડાયો હતો જેના પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. નાના એવા સાણથલીમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી રસિકભાઈએ જીવન ટૂંકાવી લેતાં એક દીકરો અને એક દીકરી એમ બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તપાસ આટકોટ પોલીસના જયેશભાઇ ચલાવી રહ્યા છે.