પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશન થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
19 અને 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
19 અને 20 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
20 અને 21 જુલાઈ, 2024 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.