સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’નું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાના 59મા જન્મદિવસના ખાસ પ્રસંગે પોસ્ટર રિલીઝ કરીને નિર્માતાઓએ ચાહકોને ભેટ આપી છે.
સલમાન ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટર પણ શેર કર્યું છે. પોસ્ટરમાં સિકંદર તરીકે સલમાનનો ઇન્ટેન્સ લૂક જોવા મળે છે. પોસ્ટરની સાથે સલમાને લખ્યું છે, ઈદ પર ‘સિકંદર’. નોંધનીય છે કે, આ ફિલ્મ આ વર્ષે ઈદના ખાસ અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મનું પોસ્ટર નડિયાદવાલા ગ્રેન્ડસનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે, ચાહકોને 27 ફેબ્રુઆરીએ એક મોટું સરપ્રાઇઝ મળી શકે છે. એવું માની શકાય છે કે આ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે.