સાંસદ રામ મોકરિયાની તબિયત સુધારા પર

ગઈકાલે રાજકોટમાં લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું હતું. દરમિયાન પોતાનો મત આપ્યા બાદ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હતી. અચાનક ચક્કર આવતા તેમને આટકોટ ખાતેની કે. ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પછી સાંજે તેમને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમની તબિયત સુધારા ઉપર હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યું છે. જોકે સાથે જ ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવું જરૂરી હોવાની તાકીદ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી હતી. અચાનક ચક્કર આવવા લાગતા રામ મોકરિયાને આટકોટ ખાતેની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તાવ પણ હોવાનું જણાતા પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જોકે બાદમાં સાંજે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં રામ મોકરિયાની તબિયત હાલ સુધારા ઉપર હોવાનું ગોકુલ હોસ્પિટલનાં ડોક્ટર પ્રકાશચંદ્ર મોઢાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *