રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે વર્ષ 1968માં મોરબી નાયબ કલેક્ટર દ્વારા પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામના રેવન્યુ સરવે નંબર 16 પૈકીની 8 એકર જમીન પુંજાભાઈ ધનાભાઈને નવી અને અવિભાજ્ય વિક્રિયાદિત શરતે ફાળવી હતી.
જોકે સાંથણીમાં ફાળવવામાં આવેલ આ જમીન અંગે ગામ દફ્તરે નોંધ પડી ન હોય મૂળ લાભાર્થી પુંજાભાઈ ધનાભાઇનું વર્ષ 1987માં અવસાન થયું હતું. જે બાદ મૃતક લાભાર્થીના પુત્રી નાગલબેન લાખાભાઇ રાઠોડ રહે.વિસામણ અને બધીબેન ડાયાભાઇ મકવાણા રહે.મેટોડા વાળાઓએ મામલતદાર પડધરી સમક્ષ વર્ષ 2019માં ગામ નમૂના નંબર 6માં નોંધ પાડવા અરજી કરી હતી. જોકે મામલતદાર પડધરી દ્વારા સરકારનું હિત જોખમાય તેમ હોવાના કારણ સાથે અરજી અગ્રાહ્ય રાખતા લાભાર્થીની બન્ને પુત્રીએ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી જેમાં પણ સ્થળ પર અન્યોનો કબજો હોવાનું અને અરજી કરનાર ગામે રહેતા ન હોવાની અરજી ફગાવી દીધી હતી.