ગોંડલ જેતપુર રોડ પર આવેલા સાંઢીયાપુલ વાળા મામાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતી 7 જુલાઈના દિવસે 25મો ભવ્ય અષાઢી બીજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આવતીકાલે 5 જુલાઈની સાંજે 9 કલાકે ડાકલા અને સંતવાણી, 6 જુલાઈએ સાંજે ભજન અને 7 જુલાઈને અષાઢી બીજના દિવસે સવારે 9.00 વાગ્યે 52 ગજની ધ્વજા રોહણ, સાંજે 5 કલાકે દાંડિયા રાસ, ભજન સંધ્યા, સાંજે 7 વાગ્યે મહાઆરતી અને 7.30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભક્તજનોને પધારવા મામાદેવ મિત્ર મંડળના સંજયભાઈ મકવાણા અને આશિષભાઈ ઝાલા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન ઋષીરાજસિંહ જાડેજા, નાગરિક બેન્ક ચેરમેન અશોકભાઈ પીપળીયા, બ્રિજરાજસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહેશે.