સાંઢિયા પુલને નડ્યું રેલવે તંત્રની મંજૂરીનું ગ્રહણ, ડિસેમ્બરમાં લોકાર્પણ અસંભવ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.2 અને 3ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર રૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં એટલે કે માર્ચ-2026માં પૂરો ન થાય તેવા સંજોગો સર્જાયા છે.

સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ 3 મહિના પહેલાં મંજૂરી માગી હતી જે આજદિન સુધી ન મળતા મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું સત્તાધીશોનું સપનું રોળાયું છે.

હવે સંભવત: સાંઢિયા પુલનું કામ એપ્રિલ કે મે મહિનામાં પૂરું થાય તેવા સંજોગો મળી રહ્યા છે.

સાંઢિયા પુલનું કામ માર્ચ-2026 સુધીમાં પૂરું કરવાની મુદત છે ત્યારે હવે કામ અટકી ગયું છે અને જ્યાં સુધી રેલવે તંત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ આગળ ધપી શકે તેમ નથી. આ કામ એ પુલ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સાનું કામ છે અને તેના માટે 90 દિવસ પૂર્વે મંજૂરી માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અગાઉ અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો અને ટેલિફોનિક ફોલોઅપ લેવામાં આવ્યા બાદ પણ હજુસુધી મંજૂરીના ઠેકાણા નથી. અને હજુ એક-બે મહિના બાદ મંજૂરી આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *