સસ્તામાં કાર અને લોનના બહાને 7 સાથે 2.73 લાખની ઠગાઇ

નવા થોરાળાના સાત લોકોને સસ્તામાં કાર અને લોન અપાવવાના બહાને રૂ.2.73 લાખની છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે રેલનગરમાં રહેતા વિશાલ સોનારાની ધરપકડ કરી હતી.   

થોરાળામાં રહેતા હિતેશભાઇ મહેશભાઇ સોનારાએ વિશાલ પ્રભાતભાઇ સોનારા સામે ફરિયાદ કરી હતી. તા.18-4ના રોજ મંદિરે દર્શન સમયે ભેગા થતા વિશાલને કહ્યું કે, તમે મોટી ગાડી ફેરવો છો તો મને પણ સારી ગાડી અપાવો. ત્યાર બાદ કાર એકાદ લાખમાં મળી જશે તેમ કહ્યું હતું અને કટકે કટકે રૂપિયા બાદ વધુ રૂ.60 હજાર લઇ ગયા બાદ તેને શંકા જતા તપાસમાં તેના વિસ્તારના હંસરાજભાઇ પરમાર, હંસાબેન કરશનભાઇ મકવાણા સહિતના સાથે ઠગાઇ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *