સલમાન બાદ મીકા સિંહ પણ રાજપાલના સમર્થનમાં ઉતર્યો

એક્ટર રાજપાલ યાદવનો ‘સ્ક્રીન એવોર્ડ્સ 2026’ દરમિયાન મજાક ઉડાવવાનો મામલો હવે ઝડપથી ગરમાઈ રહ્યો છે. સલમાન ખાન પછી હવે સિંગર મીકા સિંહે પણ રાજપાલ યાદવને ખુલ્લો ટેકો આપ્યો છે.

તેણે એવોર્ડ શોના મંચ પર રાજપાલના દેવા અને તેના અંગત જીવન વિશે કરવામાં આવેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. સલમાન ખાને પણ અગાઉ કહ્યું હતું કે, રાજપાલ 30 વર્ષથી કામ કરી રહ્યા છે અને તે ઇન્ડસ્ટ્રી માટે એક ‘મૂલ્ય’ લાવે છે.

ખરેખર, એવોર્ડ સેરેમનીમાં રાજપાલ યાદવે ડોલરના ભાવ વધવા પર વાત કરી હતી, તે સમયે એવોર્ડ હોસ્ટ કરી રહેલા પત્રકાર સૌરભ દ્વિવેદીએ રાજપાલ યાદવના ચેક બાઉન્સ કેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે ડોલરના ભાવ વધે કે ઘટે, તેમણે જેટલી ઉધાર લીધી છે, તેટલી ચૂકવવી જ પડશે.

સિંગર મીકા સિંહે કહ્યું કે, ‘સ્ક્રીન એવોર્ડ્સ એક સન્માનિત મંચ છે અને ત્યાં કોઈના અંગત જીવનનું અપમાન ન થવું જોઈએ. હું રાજપાલ યાદવજીની સાથે છું. જ્યારે પણ આપણા મનપસંદ કલાકારો મુશ્કેલ સમયનો સામનો કરે છે, હું તેમની સાથે રહીશ. કોઈપણ મંચ પર સન્માન અને ગરિમા સૌથી પહેલા આવવી જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *