સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર 23 માર્ચે રિલીઝ થયું હતું, જ્યારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ 25 માર્ચથી ભારતમાં શરૂ થશે. અગાઉ સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાંક દૃશ્યોમાં ફેરફારની માગ કરી છે. ફેરફારોની શરતે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવી છે.
ફિલ્મ ‘સિકંદર’ને સેન્સર બોર્ડ તરફથી U/A 13+ પ્રમાણપત્ર મળ્યું છે. 13 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો પણ તેમના માતાપિતાની હાજરીમાં આ ફિલ્મ જોઈ શકે છે. જોકે, પ્રમાણપત્રની સાથે, સેન્સર બોર્ડે ફિલ્મનાં બે દૃશ્યોમાં ફેરફારની માગ કરી છે. પહેલો ફેરફાર ફિલ્મના તે ભાગમાં થશે જ્યાં ગૃહમંત્રીનો ઉલ્લેખ છે. સૂચન મુજબ, હવે ફિલ્મમાં ‘ગૃહમંત્રી’ને બદલે ફક્ત ‘મંત્રી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
બીજો ફેરફાર ફિલ્મમાં બતાવેલ રાજકીય પક્ષના હોર્ડિંગમાં કરવામાં આવ્યો છે. તે દૃશ્યમાં હોર્ડિંગને બ્લર કરવું પડશે. બોર્ડ માને છે કે આ હોર્ડિંગ હાલના રાજકીય પક્ષ જેવું જ છે.
ફિલ્મ ‘સિકંદર’નું ટ્રેલર 24 માર્ચે રિલીઝ થયું છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ભારતમાં 25 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલા યુએઈ અને યુએસએમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, જ્યાં ફિલ્મ સારી કમાણી કરી રહી છે. કોઈમોઈના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં યુએઈમાં ફિલ્મની 799 ટિકિટ બુક થઈ છે, જેનાથી 45.76 હજાર દિરહામ એટલે કે 10 લાખ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.