સરધારા પર હુમલાના ગુનામાં PI પાદરિયાને પકડવા પોલીસના રાજકોટ-જૂનાગઢમાં દરોડા

શહેરમાં સરદારધામના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલાના બનાવમાં પીઆઈ પાદરિયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા પોલીસે રાજકોટ અને જૂનાગઢમાં પીઆઈને શોધવા માટે દરોડા પડ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ કર્યા બાદ એફએસએલમાં મોકલી વધુ કાર્યવાહી કરી છે.

જયંતી સરધારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.25ના રોજ તેના મિત્ર રમેશભાઇના પુત્રના લગ્નમાં હાજરી આપવા મવડી-કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં ગયા હતા ત્યારે અન્ય મિત્રો સાથે વાતચીત કરતા હતા ત્યારે એક શખ્સ આવેલ અને મને કહ્યું કે, હું સંજયભાઇ પાદરિયા પીઆઇ છું અને જૂનાગઢ એસઆરપી રિજિયનમાં છું અને તું સમાજનો ગદ્દાર છો, આવું કહી મને મારવાની કોશિશ કરવા જતા અન્ય લોકોએ વચ્ચે પડી અને ઝઘડો અટકાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *