સરદારધામના ટ્રસ્ટી શર્મિલા બાંભણીયાનું નિવેદન

પાટીદાર સમાજની બે સંસ્થાઓ ફરી ચર્ચામાં આવી છે. ગઈકાલે રાત્રે ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને જૂનાગઢમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા સંજય પાદરિયા દ્વારા રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર ખૂની હુમલો કરતા ખોડલધામ અને સરદારધામ વચ્ચે વેરઝેર હોવાની ચર્ચા શરૂ થઇ છે અને બંને સંસ્થાઓ વચ્ચે વિવાદ સર્જાયો હોય તેવો ઘાટ ઘડાયો છે.

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર થયેલા હુમલાને લઇ ખોડલધામના મહિલા સમિતિના પ્રથમ પ્રમુખ અને હાલના સરદારધામના ટ્રસ્ટી તેમજ સૌરાષ્ટ્રના મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયાએ આ ઘટનાને દુઃખદ ઘટના ગણાવી છે. સરદારધામને કોઈ અન્ય સંસ્થા સાથે લેવા દેવા નથી. સરદારધામના 5 મુખ્ય લક્ષ્યાંકના રોડ મેપ પર જે લોકો કામ કરે તેની સામે વેરઝેર રાખી હુમલા કરવામાં આવે છે તો મારુ માનવું છે કે જો આવું થશે તો લોકો સમાજસેવા માટે આગળ આવતા અચકાશે. પીઆઇ પાદરિયા નરેશ પટેલને સંપૂર્ણ સમર્પિત છે તે કહે એટલું જ કરે એવા માણસ છે. સરકાર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી અને કડક કાર્યવાહી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *