સરગમ ક્લબમાં 11000થી વધુ સભ્યો નોંધાયા: નવી નોંધણી બંધ

રાજકોટની સેવાભાવી સંસ્થા સરગમ ક્લબ દ્વારા નવા વર્ષ માટેના સભ્યોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટવાસીઓએ સભ્ય બનવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

સરગમ જેન્ટ્સ ક્લબ, લેડીઝ ક્લબ, સીનીયર સિટીઝન ક્લબ, કપલ ક્લબ, ચિલ્ડ્રન ક્લબ અને ઇવનિંગ પોસ્ટમાં થઈને કુલ 11 હજારથી વધુ સભ્યોની નોંધણી થતા, હવે વ્યવસ્થાના ભાગરૂપે નવી નોંધણી બંધ કરવામાં આવી છે. નવા નોંધાયેલા સભ્યો માટે સંસ્થા દ્વારા વિવિધ મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક ‘હરખ પદુડી હંસા’ના શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રોડ્યુસર આસિફ પટેલ અને દિગ્દર્શક જયદીપ શાહ છે.

આ ઉપરાંત, સરગમ ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ખાસ ‘ત્રિપલ બોનાન્ઝા’ ભેટ રાખવામાં આવી છે, જેમાં બાળકો માટે ક્રિશ્ના વોટર પાર્કની મુલાકાત, ફિલ્મ શો અને ફનવર્લ્ડની પિકનિકનો સમાવેશ થાય છે.

રાજકોટની બહેનોને આત્મનિર્ભર અને પગભર કરવાના હેતુથી સરગમ લેડીઝ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *