રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉને દરવર્ષની પરંપરાને આગળ વધારતા તારીખ 27/09/2024ના રોજ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજકોટના 12 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત દરેક શિક્ષકો પોતાના સેવાકાળમાં ઘણા બાળકોના જીવનમાં કોઈને કોઈ રીતે સકારાત્મક બદલાવ લાવ્યા છે. જેમાં શિક્ષણમાં બાળકની રુચિ વધારવાથી માંડીને થેલેસેમિક બાળકના શિક્ષણ, જીવન ઘડતર, હેલ્થ વગેરેમાં મદદ, માર્ગદર્શન કરનાર શિક્ષકો કે જે થેલેસેમિક બાળકનું ટૂંકું જીવન હતું. તેણે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવ્યો અને હાલ RMC ઓફિસમાં નોકરી કરે છે. સન્માનિત શિક્ષકોમાં ભાવનાબેન અઘેરા પૂજા બેન યાદવ, ભારતીબેન ત્રિવેદી, દેવયાનીબેન પરમાર, કાન્તાબેન તલપરા ,મંજુલાબેન સોરઠિયા,હિતેશભાઈ રાઠોડ, આશાબેન ગજ્જર, મનીષાબેન લૂણાગરીયા, મહમદશકીલ આખૂનજી, વિમલભાઈ આચાર્ય તેમજ ભરતસિંહ પરમારનો સમાવેશ થાય છે.