સમીર ઉર્ફે મુર્ગો જ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યો હતો, ત્રિપુટી રિમાન્ડ પર સોંપાઇ

શહેરમાં ગોંડલ રોડ પાસેના પુનિતનગર રોડ પર નામચીન પેંડા ગેંગના સાગરીત પર જંગલેશ્વરની ગેંગે ફાયરિંગ કરી હત્યાની કોશિશના ગુનામાં તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછતાછ કરતાં અગાઉ મુર્ગો અમદાવાદ જેલમાં હોય ત્યાં યુપીના ગુનેગારો સાથે પરિચય થયો હતો અને અવારનવાર યુપી જતો હોય યુપીથી હથિયાર અને કારતૂસ લાવ્યો હતો અને બદલો લેવા માટે રેકી કરી ફાયરિંગને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવી ગુનામાં વધુ કેટલા શખ્સોની સંડોવણી છે? તે સહિતની તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુનિતનગર પાસેની કર્મચારી સોસાયટીમાં રહેતો અને પેંડા ગેંગનો સાગરીત પરેશ રાજુભાઇ બળદા (ઉ.24) શનિવારે સવારે તેના ઘર પાસે બેઠો હતો ત્યારે કારમાં ધસી આવેલા જંગલેશ્વરના સમીર ઉર્ફે મુર્ગો, સોહિલ ઉર્ફે ભાણો, નવાજ સહિતના શખ્સોએ ફાયરિંગ કરી નાસી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઇ હરિપરા સહિતના સ્ટાફે પરેશની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

બનાવને પગલે ફાયરિંગ કરી નાસી જનાર આરોપીઓ યુપી નાસી જવાની તૈયારીમાં હોવાની માહિતીને આધારે એસઓજીના પીઆઇ જાડેજા સહિતના સ્ટાફે આરોપી સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઇ પઠાણ (રહે.જંગલેશ્વર,એકતા સોસા.), શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઇ વેતરણ (રહે.જંગલેશ્વર,હુસેની ચોક)અને સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઇ ચાનિયા (રહે.જંગલેશ્વર,હુસેની ચોક)ને ઝડપી લઇ તેની પાસેથી હથિયાર બે જીવતા કારતૂસ અને કાર કબજે કરી તેની આકરી પૂછતાછ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *