તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ખેતરોનું ધોવાણ થઇ ગયું છે, ખેડૂતોને નુકસાનીની ચિંતા કોરી રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ચીચોડ, હડમતિયા, મોટી મારવ, પાટણવાવ, ભાડેર, કલાણા, છત્રાસા, ભાદાજાળીયા પીપળીયા સહિતના ગામોમાં અવિરત ભારે વરસાદ પડતાં પાણી પાણી થઇ ગયું હતું. અગણી મયુરભાઇ શિંગાળાએ જણાવ્યું હતું કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેતરોનું ધોવાણ થયું છે, ખેડૂતો ચિંતિત બની ગયાં છે.