શહેરના નવા થોરાળામાં રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા કાળુભાઈ ભીખાભાઈ પરમારનું ફોનમાં વાત કરતા કરતા ગભરાઈ ગયા બાદ બેભાન થઈ ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં દમ તોડી દીધો હતો.
વ્યાજ મામલે કોઈ મા-દીકરો પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર ચાર ભાઈ એક બહેનમાં મોટા અને સંતાનમાં બે પુત્રો છે.
50 હજાર વ્યાજે લીધા બાદ ત્રણ ગણું વ્યાજ વસૂલ્યું હોવા છતાં ધમકીઓ આપતા હોવાનું મૃતકના ભત્રીજાએ આક્ષેપો કર્યા છે. બનાવ અંગે થોરાળા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.