સત્ર પૂરું થવા આવ્યું છતાં 80થી વધુ વિષયોનું બોર્ડ ન બન્યું, મહત્ત્વની કમિટીઓ પણ ન રચાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો એક્ટ લાગુ થયા બાદ જુદી જુદી કમિટીઓની રચના કરવાની હોય છે. કેટલીક કમિટીઓ જૂના એક્ટમાં પણ હતી. હાલ કોલેજો અને યુનિવર્સિટીમાં સત્ર પૂરું થવા આવ્યું પરંતુ હજુ કેટલીક મહત્ત્વની કમિટીઓ બની શકી નથી. જેઓ જુદા જુદા વિષયોનો અભ્યાસક્રમ નક્કી કરે છે તેવા 80થી વધુ બોર્ડ બનાવવાના હજુ બાકી છે.

આ ઉપરાંત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હજુ કેટલાક સભ્યોની નિમણૂક બાકી છે. બાંધકામ સમિતિ, પરચેઝ કમિટી, પરીક્ષા સમિતિ, લીગલ સમિતિ, પીએચ.ડી પરીક્ષા માટેની કમિટી હજુ બની શકી નથી જેના કારણે અનેક કામ અટકી પડ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ કમિટીઓ બનાવવા માટે અગાઉ ઓનલાઈન માહિતી પણ મગાવી લીધી છે.

રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમાં એકેડેમિક કાઉન્સિલની રચના કરી દેવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ 14 ફેકલ્ટીના ડીનની હંગામી યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ વાંધા અરજી કરવા માટે 3 ઓક્ટોબર સુધીનો સમય અપાયો હતો, પરંતુ ત્યારબાદ 20 દિવસ વિત્યા છતાં હજુ સુધી ડીનની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *