રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભારતીનગરમાં રહેતા આરોપીએ તેના મિત્રની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં આજ રોજ રાજકોટની કોર્ટે આરોપી રફિક સૈયદ બિનબકરને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. ગત તા.10.04.2023ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષની ફરિયાદી સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પિતાના મિત્ર આરોપી રફિક બિનબકરએ સગીરાને તેનું એકટીવા તથા મોબાઈલ આપી જવાના બહાને ઘરે બોલાવી હતી.
ત્યારબાદ સગીરા પર બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે ફરિયાદના આધારે પોલીસે આરોપી રફિકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને આરોપી વિરૂધ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
એક્ટિવા તથા મોબાઈલ દેવા બહાને સગીરાને ઘરે બોલાવી ચાર્જશીટ થયા બાદ કેસમાં પુરાવો શરૂ થતા પ્રોસિક્યુશન તરફે ફરિયાદી સગીરાની સોગંદ ઉપર પોક્સો કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી જેમાં ફરિયાદી સગીરાએ બનાવ અંગેની સંપૂર્ણ હકીકત કોર્ટમાં જણાવી અને જણાવ્યું કે, આરોપીએ તેણીને એકટીવા તથા મોબાઈલ દેવા માટે તેના ઘરે બોલાવી હતી જે દેવા માટે ઘરે પહોંચી ત્યારે આરોપીએ બારણું બંધ કરી તેની સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતુ આ સમયે મોઢે ચુંદડીનો ડુમો પણ આપ્યો હતો.
પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા સગીરાએ આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો અને આ કેસમાં પ્રોસિક્યુશન દ્વારા સગીરાના પિતાની જુબાની કોર્ટમાં લેવામાં આવતા તેમને સોગંદ ઉપર તેણીની સગીર દીકરી ઉપર આરોપીએ દુષ્કર્મ આચર્યાની હકીકત કોર્ટમાં જણાવી હતી તેમજ પ્રોસિક્યુશન દ્વારા આ કેસમાં ભોગ બનનાર સગીરાના ડોક્ટર તથા આરોપીના ડોક્ટરની જુબાની લેવામાં આવી હતી જેમાં ડોક્ટરે તેમની જુબાનીમાં તેઓએ કરેલ મેડિકલ તપાસણી અંગેની વિગતવાર જુબાની આપી હતી જેમાં મેડિકલ સેમ્પલો અંગેની હકીકતો જણાવી હતી.