સગીરાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, સંબંધ તોડતાં યુવકે પાઇપના ઘા ફટકાર્યા

શહેર પોલીસ દફતરે દુષ્કર્મનો વધુ એક કિસ્સો નોંધાયો છે. સગીરાનો સોશિયલ મીડિયાથી પરિચય કેળવી પ્રેમમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ સંબંધ તોડતાં ધરાર પ્રેમીએ તેના પર પાઇપથી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

શહેરમાં રહેતી 18 વર્ષની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા નિખિલ રસીક રાવલ (ઉ.વ.28)નું નામ આપ્યું હતું.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અઢી વર્ષ પહેલાં સગીરવયની હતી અને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી ત્યારે નિખિલ રાવલે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને તે સ્વીકારતા બંને સોશિયલ મીડિયામાં મિત્ર બન્યા હતા. ચેટિંગ કર્યા બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ લે કરી હતી અને ટેલિફોનિક વાર્તાલાપ શરૂ કર્યો હતો.

નિખિલ રાવલે ત્યારબાદ પ્રેમમાં સગીરાને ફસાવી હતી. સગીરા જાળમાં ફસાતા જ નિખિલ તેને પોતાના ભાડાના મકાનમાં તેમજ ગાંધીગ્રામ આર.સી.કે. પાર્ક વાળી શેરીમાં આવેલા તેના સંબંધીના મકાનમાં તેમજ હોટેલ આદિત્યમાં લઇ જઇ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

નિખિલ રાવલ સગીરાને અનેક વખત બળજબરીથી ઉઠાવી ગયો હતો. નિખિલનો અત્યાચાર સહન નહી થતાં યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખતાં નિખિલ ઉશ્કેરાયો હતો અને તેણે અઠવાડિયા પહેલાં યુવતીના પિતાને ફોન કરીને અશોભનીય વાતો કરી હતી.

યુવતીએ આ બાબતે પૃચ્છા કરતાં નિખિલ ત્યાં ધસી ગયો હતો અને યુવતી પર પાઇપથી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે નિખિલ રાવલની ધરપકડ કરી હતી. નિખિલ અપરિણીત છે અને તે માલવાહક વાહન ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *