શાપર-વેરાવળ નજીકના ગામમાં રહેતી 14 વર્ષની સગીરાને પાંચેક દિવસ પહેલાં જામનગર રહેતો જયદીપ નામનો શખ્સ અપહરણ કરી લગ્નની લાલચ આપી સગીરાને જામનગર લઇ જઇ અવારનવાર દુષ્કર્મ આચરી સગીરાને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે મૂકીને નાસી ગયો હતો. દરમિયાન સગીરા તેના ઘેર જઇને વાત કરી હતી. જેમાં સગીરા અગાઉ અવારનવાર જામનગર જતી હોય તે દરમિયાન જામનગરના જયદીપ સાથે આંખો મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બન્ને અવારનવાર મળતા હતા અને વાતચીત પણ થતી હતી.
પાંચેક દિવસ પહેલાં સગીરા તેના ઘરથી લાપતા થઇ જતા તેના પરિવારે શોધખોળ કરી હતી. બાદમાં સગીરા ઘેર આવતા તે તેના ગામથી રાજકોટ અને ત્યારબાદ જામનગર જયદીપ સાથે હોવાનું જણાવતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી જયદીપને પકડી લેવા મથામણ કરી છે.