રાજકોટના એક વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર પડધરીના વિધર્મી શખ્સ સાહિલ ઉર્ફે શાયર અકબરભાઇ સંઘાર (ઉ.22) સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન આરોપી સગીરાનું અપહરણ કરી યુપી, બિહાર અને ત્યાંથી નેપાળ ભાગવાની પેરવીમાં હોય પોલીસે માહિતીને આધારે શખ્સને ઝડપી લીધો હતો તેની સાથે અન્ય શખ્સ રાજકોટની સગીરાનું અપહરણ કરી જનાર પિતરાઇ ભાઇ સમીર અલીભાઇ સંઘાર (ઉ.23)ને પોલીસે પકડી લીધો હતો. પોલીસે આરોપી સાહિલની પૂછતાછ માટે તેના એક દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા અપહરણના ગુનામાં મદદ કરનાર વધુ બે શખ્સના નામ ખુલ્યા હતા. પોલીસે બન્ને અારોપીઓને પકડી લેવા તેમજ અપહરણના ગુનામાં બાઇક કબજે કરવા કાર્યવાહી કરી હતી.
પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વસાવા અને પીએસઆઇ બેલીમ સહિતના સ્ટાફે સાહિલ અને તેના પિતરાઇ ભાઇ સમીરને ઝડપી લીધા હતા. બાદમાં રાજકોટ લાવી બન્નેની ધરપકડ કરી તપાસ કરતાં બન્ને આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા પેાલીસે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સાહિલના એક દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછતાછ કરતા સાહિલને અપહરણના ગુનામાં તેના મિત્ર વિકાસ અને સમીરે મદદ કરી હતી.