શહેરમાં રહેતી 13 વર્ષની સગીરાનો ફોટો એડિટ કરી તેનો ચહેરો બીભત્સ ફોટામાં મુકી આ ફોટો ફરતો કરી દેવામાં આવ્યો હતો, પોલીસે તપાસ કરતાં આરોપીના પરિવારજનોએ આરોપી સાથે સગીરાના સગપણની વાત કરી હતી, પરંતુ સગીરાના પરિવારજનોએ જવાબ નહી દેતા ઉશ્કેરાયેલા યુવકે માનસિક વિકૃતિ આચરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 34 વર્ષના યુવકે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે આજીડેમ ચોકડી પાસેના માધવ વાટિકામાં રહેતા અનિલ ચાંદમલ કુમાવતનું નામ આપવામાં આવ્યું હતું. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. ગત તા.13 ફેબ્રુઆરીના તેમના સાઢુભાઇના પુત્રના નામની ફેક આઇડી બનાવી તેના ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મસેજ કરી તેને ગાળો ભાંડી હતી, ત્યારબાદ તે શખ્સે ફેક આઇડીવાળા ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં એક ફોટો મુક્યો હતો તે ફોટામાં બે શખ્સો એક યુવતી સાથે બીભત્સ હરકત કરતો હતો તેવો ફોટો હતો અને તેમાં યુવતીના ચહેરા પર ફરિયાદીની સગીરવયની પુત્રીનો ફોટો લગાવી દીધો હતો.
પોલીસે આ મામલે ઊંડાણથી તપાસ કરતાં આજીડેમ વિસ્તારમાં રહેતા અનિલ ચાંદમલ કુમાવતે આ કૃત્ય કર્યાનો ભાંડોફોડ થયો હતો.