સગપણ તોડી નાખતાં યુવક રોષે ભરાયો

રાજકોટ જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં મહિલાએ 4 મહિના પહેલા પોતાની દીકરીનું બગસરાના રવિ સોલંકી નામના યુવાન સાથે સગપણ નક્કી કર્યું હતું. પરંતુ આ યુવાન કંઇ કામધંધો કરતો ન હોવાની ખબર પડતાં 2 મહિના પહેલા સગપણ તોડી નાખ્‍યું હતું. જેથી રોષે ભરાયેલા રવિ સતત આ મહિલા અને તેની દીકરીને ધમકી આપી હેરાન કરતો હતો અને ગઇકાલે રાત્રે ફોન કરી મા-દીકરીને મારી નાખવાની ધમકી આપ્‍યા બાદ એકવાર ડેલી ખખડાવી ભાગી ગયો હતો. બાદમાં ફરીથી મોડી રાત્રે આવી બારીમાંથી પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. જેથી બારી નજીક જ સુતેલા મહિલાના બંને પગ, પેટ અને ગુપ્‍તભાગે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં 50 વર્ષીય ભારતીબેન રમશેભાઇ પરમાર રાતે ઘરે હતાં, ત્‍યારે કોઇએ પેટ્રોલ છાંટી દઝાડી દીધાની ફરિયાદ સાથે સિવિલ હોસ્‍પિટલમાં પહોંચ્યા હતા. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસમાં જાણ કરી હતી. તેથી પોલીસ સ્ટાફે હોસ્‍પિટલ પહોંચી ભારતીબેન પરમારની પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ પુછપરછમાં ભારતીબેને જણાવ્‍યું હતું કે, તેમના પતિ હયાત નથી. પોતે ઘરકામ કરે છે. સંતાનમાં 4 દીકરી છે. જેમા મોટી દીકરી મધુનું સગપણ 4 મહિના પહેલા બગસરા બસ સ્‍ટેશન પાછળ વાલ્‍મીકીવાસમાં રહેતાં રવિ કેશુભાઇ સોલંકી સાથે નક્કી કર્યુ હતું. સગાઈ કરવામાં આવી નહોતી પણ સવા રૂપિયો દઇ મીઠા મોઢા કરી વાત પાક્કી કરી લેવામાં આવી હતી. જે તે વખતે છુટક કામ કરતો હોવાનું જણાવાયું હતું. પણ 2 મહિના બાદ ખબર પડી હતી કે રવિ કોઇ કામ ધંધો કરતો નથી અને બીજી કુટેવ પણ ધરાવે છે. આથી દીકરી મધુનું નક્કી કરેલું સગપણ અમે તોડી નાંખ્‍યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *