સનાતન ધર્મ સંગઠનના મુખ્ય સંતો અને મહંતોએ મુખ્યમંત્રી પટેલ સાથે મુલાકાત કરી દેવી, દેવતાઓ પર કરવામાં આવતી ટિપ્પણી કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવા અને ગુજરાતમાં સંસ્કૃત યુનિ.ની સ્થાપના થઇ શકે તે માટે જમીન ફાળવવા માગણી કરી છે.
આ તકે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, નિર્મળાબા, કણીરામ બાપુ, લલિતકિશોર મહારાજ, હરિયાણી બાપુ, પરબ જગ્યાના મહંત વગેરે સંતોએ મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
સંતોએ આ તકે વિવિધ મુદ્દાની રજૂવાત કરી હતી જેમાં ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે ને તે માટે યોગ્ય જમીન ની ફાળવવામાં આવે તેવી માગણી કરી હતી. નોંધનીય છે કે સનાતન ધર્મના આ સંગઠનમાં ભારત ભરમાંથી પાંચ હજાર સાધુ સંતોની નામ નોંધણી કરી છે, આ ઉપરાંત કથાકારો તથા કલાકારોને આ સંગઠનમાં જોડવામાં આવશે.