સંબંધમાં સાળા- બનેવીએ કમાણીની લહાયમાં દારૂનો વેપલો શરૂ કરી દીધો

રાજકોટ એલસીબીએ પૂર્વ બાતમીને આધારે જેતપુરના ધોરાજી રોડ નેશનલ હાઇવે પર મોટા ગુંદાળા ગામ પાસે વોચ ગોઠવી હતી.ત્યારે બાતમી વાળી કાર પસાર થતા તેને અટકાવી ઝડતી લેતા કારમાંથી અંગ્રેજી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 72000ની મળી આવી હતી જે કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ સંબંધમાં સાળા બનેવી થતાં બન્ને શખ્સની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જેતપુરના ધોરાજી રોડ નેશનલ હાઈવે પરથી અંગ્રેજી દારૂ ભરીને એક કાર નીકળવાની હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેથી એલસીબીએ મોટા ગુંદાળા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર નજરે પડતા પોલીસે કારને થોભાવી કારની તલાશી લેતા કારમાંથી અંગ્રેજી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 72000ની કિંમતની મળી આવી હતી. જેથી કારમાં સવાર આશિષ ઉર્ફે પપ્પુ ઉર્ફે બાદામ ગોપાલ સોલંકી, અને સાહીલ ઉર્ફે જીણો રાજુ સરવૈયા (બન્ને રહે. જેતપુર ફુલવાડી)ની પુછપરછ કરાતા આશિષ સાહીલનો બનેવી હોવાનું સામે આવ્યું છે.

બંને સાળા બનેવી આમ તો કારખાનામાં છુટક મજૂરી કરે છે પણ ટૂંકા રસ્તે ઝડપથી રૂપિયા કમાઈ લેવા દારૂની હેરાફેરી કરવાનું નક્કી કર્યું. પ્રથમ ટ્રીપમાં જ પોલીસ હાથે પકડાઈ ગયાની જાણવા મળ્યું હતું. બંને આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ છે. જેમાં એક નંબર મળેલ છે. જે સપ્લાયરના નંબર હોવાનું અનુમાન છે. જો કે આ બન્ને ટૂંકા રસ્તે કમાણી કરી લેવા આ રવાડે ચડ્યા હોવાની તેમણે કબુલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *