સંપત્તિ તો ઘણાં ને મળે છે પણ સત્કાર્યો કરવાની સદબુદ્ધિ કોઈક વીરલાઓને જ મળે : જૈનાચાર્ય

રોડ સ્થિત ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય ચન્દ્રજિતસૂરિજી, અભયચન્દ્રસૂરિજી, તપસ્વીરત્ન હેમવલ્લભસૂરિજી અને પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ આદિ શ્રમણ- શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ગિરનાર થી ગિરનાર તીર્થની પરીક્રમા સ્વરૂપ છરી પાલિત સંઘનું આયોજન થયું હતું.

ગઈકાલે પહાડ અને નેમિનાથ પ્રભુની યાત્રા બાદ શિખર ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આજે વહેલી સવા૨ 7 થી 10 સુધી સંઘપતિઓને સંઘવીનું બિરુદ આપવા સાથે સંઘમાળનો કાર્યક્ર્મ સંગીતના સથવારે યોજાયો હતો.

ભોતિક ક્ષેત્રે જેમ સત્કાર્યો કરનારાને બિરદાવવામાં આવે છે તો સત્કાર્યોની પરંપરા ચાલે છે તેમ અધ્યાત્મના ક્ષેત્રે પણ સત્કાર્યને બિરદાવવામાં આવે તો અધ્યાત્મનો વ્યાપ વધે છે. જીવનમાં ભૌતિક વિકાસ થાય એના કરતાં પણ અધ્યાત્મનો વિકાસ થાય તે વધુ જરૂરી છે. સાચા સંતોનો સંગ જીવનનાં રંગોને બદલી નાખવા સક્ષમ છે. જૈન ધર્મની પરંપરા પ્રમાણે છરી પાલિત સંઘ નીકાળનાર પુણ્યવાનોને સદગુરુ સંઘમાળા પહેરાવીને સંઘવી પદ એનાયત કરે છે. સંઘવી પદ પ્રાપ્ત થયા પછી જીવનને હવે નવો વળાંક આપવાનો છે. પાપોને પૂર્ણ વિરામ આપવાનો આ અપૂર્વ અવસર પુનરાવર્તન ઘણું કર્યું. હવે પરિવર્તનનો શંખનાદ ફૂંકવાનો છે એમ પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજેજણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *