સંગીતના ઓસ્કારમાં ‘સાઉન્ડ ઓફ મહાકુંભ’ ગુંજશે!

જે રીતે ફિલ્મી દુનિયામાં ‘ઓસ્કર’નું સન્માન સર્વોપરી ગણાય છે, તે જ રીતે સંગીતની દુનિયામાં ‘ગ્રેમી એવોર્ડ્સ’ (Grammy Awards) મેળવવો એ દરેક કલાકારનું સપનું હોય છે. વર્ષ દર વર્ષે વિશ્વભરમાં અદભૂત સંગીત સર્જાય છે અને તેને સેલિબ્રેટ કરવા માટે ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ ગ્રેમી એવોર્ડ સંગીતના સિતારાઓથી ઝળહળી ઉઠશે, જેમાં ભારતની દાવેદારી પણ ખૂબ મજબૂત જણાઈ રહી છે.

ગુજરાતી કલાકાર આદિત્ય ગઢવીના ગીત ‘અલબેલી મતવાલી મૈયા’ 68 ગ્રેમી એવોર્ડસના ગ્લોબલ મ્યુઝિક પર્ફોમન્સ કેટેગરી માટે કન્સીડરેશન મળ્યું હતું. આ કેટેગરીમાં આદિત્યના ગીતને સ્વીકૃતિ મળી હતી. કન્સીડરેશન બાદ નોમિનેશન પડાવમાં તેમનું ગીત બહાર થઈ ગયું હતું.

વર્ષ 2022માં આયોજિત 64મા ગ્રેમી એવોર્ડ્સ બાદ, જસ્ટિન બીબર હવે ફરી એકવાર સંગીતની આ સૌથી મોટી નાઈટમાં પરફોર્મ કરશે. વર્ષ 2022 પછી તેની આ પ્રથમ મોટી લાઈવ ઉપસ્થિતિ હશે, જેની પુષ્ટિ ખુદ રેકોર્ડિંગ એકેડેમી દ્વારા કરવામાં આવી હતી.

જસ્ટિન બીબરને તેના નવા આલ્બમ ‘સ્વેગ’ (Swag) માટે પ્રતિષ્ઠિત ‘આલ્બમ ઓફ ધ યર’ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો છે. આ આલ્બમ તેની કલાત્મક વાપસી તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત, તેને શ્રેષ્ઠ પોપ વોકલ પર્ફોર્મન્સ, શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમ અને શ્રેષ્ઠ R&B પર્ફોર્મન્સ જેવી મહત્વની કેટેગરીમાં પણ નામાંકન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *