વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે લેવાયેલી CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં રાજ્યમાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓની યાદીમાં શ્રી વેલનાથ પે.સેન્ટર શાળા નંબર 71ની હાલ ધોરણ 6માં અભ્યાસ કરતી ગોધાણી મનીષાનો સમાવેશ થયો છે. એ બદલ ગોધાણી મનીષાનું એમના માતા પિતાના હસ્તે શૈક્ષણિક કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.