ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થતા ગુજરાતમાં ચારેય તરફ બાળકોથી લઈને યુવાનો સુધીના ક્રિકેટ રસિકોએ રસ્તાઓ પર નાચ-ગાન કરીને ઉજવણી કરી હતી, જ્યારે અમદાવાદના સિંધુભવન રોડ પર મોટી સ્ક્રીન પર મેચ નિહાળી રહેલા લોકોએ “ભારત માતા કી જય”ના નારા લગાવીને જશ્નનો માહોલ સર્જ્યો હતો. મેચના રોમાંચક પળોમાં બંને શહેરોમાં મોટી સ્ક્રીન પર ભીડ ઉમટી પડી હતી. લોકોને નાચતા-કૂદતા જોવા મળ્યા હતા, જેના કારણે આજની રાત ક્રિકેટ પ્રેમીઓ માટે અવિસ્મરણીય બની ગઈ છે.
આજે સમગ્ર દેશમાં જ્યારે મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ક્રિકેટના મેદાનમાં ભારતે પાકિસ્તાન સામે મેળવેલી શાનદાર જીતે સુરતીઓના આનંદમાં ચાર ચાંદ લગાવી દીધા છે. સુરતના ઐતિહાસિક ભાગળ વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો અને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.