શેરમાર્કેટ કડડભૂસ, સતત ચોથા દિવસે બજાર ઘટ્યું

13 જાન્યુઆરીના રોજ શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1048 પોઈન્ટ (1.36%) ઘટીને 76,330 પર બંધ થયો. નિફ્ટી પણ 345 પોઈન્ટ (1.47%) ઘટીને 23,085 પર બંધ થયો. BSE સ્મોલકેપ 2,126 પોઈન્ટ (4.03%) ઘટીને 50,596 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર ઘટ્યા અને માત્ર 4 શેરો વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં ઘટાડો થયો અને માત્ર 4 શેરોમાં વધારો થયો. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી રિયલ્ટી સૌથી વધુ 6.47%, નિફ્ટી મીડિયા 4.54% અને નિફ્ટી મેટલ 3.77% ઘટ્યા હતા.

ગયા શુક્રવારે જાહેર થયેલા યુએસ જોબ ડેટાએ વૈશ્વિક બજારમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. ડિસેમ્બરમાં યુએસ બેરોજગારી દર ઘટીને 4.1% થયો, જ્યારે રોજગાર વૃદ્ધિ મજબૂત રહી. આવી સ્થિતિમાં એવો ભય છે કે ફેડરલ રિઝર્વ દર ઘટાડવાનું બંધ કરી શકે છે. આનાથી ભારત જેવા ઉભરતા બજારો પર દબાણ વધવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *