શેરબજારમાં વધુ નફાની લાલચે યુવકે રૂ. 2.59 લાખ ગુમાવ્યા

એરપોર્ટ ફાટક નજીક રહેતાં યુવાને ઇન્સ્ટાગ્રામમાં શેરબજારની ટિપ્સને લગતી એક જાહેરાત જોઇ તેમાં ક્લિક કરતાં યુવતીએ તેની સાથે વાત કરી તેના નામનું એકાઉન્ટ ખોલાવી અલગ-અલગ શેરમાં રોકાણ કરવા જણાવતાં યુવકે રૂ.2.59 લાખનું રોકાણ કરી દીધું હતું.

જેમાં શરૂઆતમાં નફો બતાવ્યા બાદ યુવકે રકમ વિથડ્રો કરવા પ્રયાસ કરતાં રકમ ન ઉપડતા ઠગાઇ થયાનું માલૂમ પડ્યું હતું.

આ બનાવમાં એરપોર્ટ ફાટક પાસે જયગીત સોસાયટી-1 મહાકાલેશ્વર મંદિર પાસે રહેતાં જયસેન ગોવિંદભાઇ મહાબોધી (ઉ.વ.35)ની બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પરથી મોબાઇલ નંબરના ધારક સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે.

જયસેન મહાબોધીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો ઇન્સ્ટાગ્રામાથી એક શેરબજારની જાહેરાતમાં ક્લિક કરતાં એક યુવતી સાથે સંપર્ક થયો હતો. આ યુવતીએ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી શેરબજારમાં રોકાણ અંગેની ટિપ્સ આપી હતી.

યુવકે આઈડી બનાવી શેરબજારમાં કટકે-કટકે રૂ.2.59 લાખનું રોકાણ કર્યું હતું. સૌ પ્રથમ નફો જણાવ્યા બાદ પૈસા વિથડ્રો કરવા ગયો ત્યારે ખાતામાંથી રકમ ન ઉપડતા આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *