રાજકોટ ખાતે ગુજરાત NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના માર્ગદર્શન હેઠળ એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજકોટ જિલ્લા NSUI પ્રમુખ ગૌરવ ખિમસુરિયાની આગેવાનીમાં આયોજિત આ જિલ્લા કારોબારીમાં સંગઠનનું વિસ્તરણ કરતા નવી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ કમિટીના નેતા મુકેશ ચાવડા, ગુજરાત NSUI ના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દિપ ભંડેરી જેવા દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત મકવાણા અને વિધાનસભા 68 ના પ્રમુખ ધવલ રાઠોડે પણ હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ રાજકોટ શહેર શિવસેના વિદ્યાર્થી સંગઠનના હયાત પ્રમુખ જીત ખોપકરનું રહ્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે NSUI માં જોડાયા છે. સંગઠન દ્વારા તેમની ક્ષમતાને ધ્યાને રાખીને જીત ખોપકરને રાજકોટ જિલ્લા NSUI ના ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના જોડાવાથી વિદ્યાર્થી રાજકારણમાં NSUI વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.