શિવશક્તિ કોલોનીમાં વૃદ્ધ માતા-પિતાને કપાતર પુત્રએ મારમારી ધમકી આપી

યુનિવર્સિટી રોડ પર વૃદ્ધ માતા-પિતાને કપાતર પુત્રએ મિત્ર સાથે ઘેર આવી ધોકા વડે મારકૂટ કરી હોવાની મારા વિરૂધ્ધ પોલીસમાં કેમ જાણ કરો છો તેમજ છરી બતાવી આજે તો આખા ખાનદાનને પતાવી દેવા છે કહી ધમકી આપીતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શિવશકિત કોલોનીમાં રહેતા ગોવિંદભાઇ નાથાભાઇ ભૂત (ઉ.વ.80) તેના ઘેર હતા ત્યારે મારા પુત્ર તેના મિત્ર ધીરેનને લઇને ઘેર આવ્યો હતો અને છરી માંગતા છરી નથી અને કોની સાથે માથાકૂટ કરી છે તેમ પૂછતા તેને તેમજ તેની પત્ની સહિતને ગાળો આપી ઝઘડો કર્યો હતો અને મકાનમાંથી ધોકો લઇને મારકૂટ કરી હતી જેથી મારી પત્ની વચ્ચે પડતા તેને પણ મારકૂટ કરી હતી અને પુત્રવધૂને મારકૂટ કરી તમને મારકૂટ કરતો હોવાની મારા વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસમાં કેમ ફરિયાદ કરો છો કહી સાત માસના પ્રૌત્રને ધક્કો મારી ફેંકી દીધા બાદ છરી બતાવી આજે તો આખા ખાનખાનને પતાવી દેવા છે કહી ધમકી આપી મિત્ર સાથે નાસી ગયાની ફરિયાદ કરતા પીએસઆઇ મસાકપુત્રાએ પુત્ર ઉમંગ અને તેનો મિત્ર ધીરેન ચાવડા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. આરોપીઅગાઉ એમ.ડી. ડ્રગ્સ સહિતના ગુના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *