એક્ટર શાહરુખ ખાન અને કાર્તિક આર્યને શુક્રવારે સાંજે મુંબઈમાં આઈફા 2025 પ્રી ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ અવસર પર શાહરુખ કાર્તિકને હોસ્ટિંગ ટિપ્સ આપતો જોવા મળ્યો હતો. તેણે કાર્તિકને રાજસ્થાની પણ શીખવ્યું હતું.
IIFAએ શાહરુખ અને કાર્તિકનો આ વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ઇવેન્ટ સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ સામે આવી છે. આ ખાસ અવસર પર એક્ટ્રેસ-ડાન્સર નોરા ફતેહી પણ હાજર રહી હતી.
શાહરુખે કાર્તિકને રાજસ્થાની સ્ટાઈલમાં હોસ્ટિંગ કરીને દર્શકોને કેવી રીતે પ્રભાવિત કરવા તે શીખવ્યું. તેણે કહ્યું- કાર્તિક 25માં વર્ષે હોસ્ટ કરવા જઈ રહ્યો છે. હું તેમને આ જવાબદારી સોંપી શકું તે માટે હું તેમને જયપુરમાં કેવી રીતે શરૂઆત કરવી તે શીખવીશ. તો તમારે (કાર્તિક) ‘પધારા મારા આઈફા’ (આઈફામાં આપનું સ્વાગત છે) કહીને શરૂઆત કરવી પડશે.
કાર્તિકે આ વાક્યનું પુનરાવર્તન કર્યું, ત્યાર બાદ શાહરૂખે તેને કહ્યું – પધારો મ્હારે દેશ, રાજસ્થાન (મારા રાજ્યમાં આપનું સ્વાગત છે, રાજસ્થાન). ત્યારબાદ બંનેએ ‘ખમ્મા ઘની (રાજસ્થાનીમાં શુભેચ્છા)’ કહીને પ્રેક્ષકોનું અભિવાદન પણ કર્યું.