CBSEએ શિક્ષા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દેશભરના તમામ પ્રકારની શાળાઓ માટે સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ (SHVR) 2025-26 કાર્યક્રમ શરૂ કર્યો છે. CBSEએ જાહેરાત કરી છે કે દેશની તમામ સંલગ્ન શાળાઓને 60 સૂચકાંકના આધારે સર્વેક્ષણ દ્વારા રેટિંગ અને માન્યતા અપાશે. આ પહેલ ‘ક્લીન એન્ડ ગ્રીન સ્કૂલ રેટિંગ 2025-26’ હેઠળ હશે, જેનો ઉદ્દેશ્ય દેશરમાં સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.
આ કાર્યક્રમને અમલમાં મૂકવા માટે, બોર્ડે એક ખાસ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન વિકસાવી છે. જેના દ્વારા શાળાઓ ડિજિટલ રીતે ભાગ લઈ શકશે, સ્વ-મૂલ્યાંકન કરી શકશે. SHVR 2025-26માં ભાગ લેવા માટે તમામ શાળાઓ (સરકારી, અનુદાનિત, ખાનગી, રહેણાક, આદિવાસી, અલ્પસંખ્યક, કેન્દ્રીય સંચાલિત- જેમ કે KVS, NVS, તેમજ CBSE સંલગ્ન શાળાઓ) માટે ફરજિયાત રહેશે. માત્ર તે શાળાઓ જ ભાગ લઈ શકશે જેઓ પાસે UDISE કોડ હશે. શાળાઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં પોર્ટલ https://shvr.education.gov.in, પર નોંધણી કરાવવી પડશે.