શાળાઓ પાસે દરોડો પાડી તમાકુનું વેચાણ બંધ કરવા કલેક્ટરનો આદેશ

રાજકોટ જિલ્લાકક્ષાની નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં કલેક્ટર દ્વારા જિલ્લામાં શૈક્ષણિક સંકુલો આસપાસ તમાકુ-સિગારેટ જેવા નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા દરોડા પાડવા આદેશ કરવાની સાથે ડ્રગ્સ, નશીલી દવાઓ, તમાકુ સહિતની વસ્તુઓ વેચનારાઓ સામે કડક હાથે કામ લેવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ જેવા નશાકારક પદાર્થોનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારી કડક કાર્યવાહી કરવા અને નશાની વસ્તુઓ જપ્ત કરી લેવા સૂચના આપી હતી.રાજકોટ જિલ્લામાં છુપાઈને થતા ગાંજા તેમજ અફીણના વાવેતરને શોધી કાઢવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, ગોંડલ તાલુકામાં ગાંજાના બે કેસમાં આશરે રૂ.12 લાખની કિંમતનો 24 કિલોથી વધુ ગાંજો જપ્ત કરી ઉપલેટામાં એક મેડિકલ સ્ટોરમાં બિલ વિના ગેરકાયદે દવા વેચાતી હોવાનું ધ્યાને આવતાં નોટિસ આપવામાં આવી હોવાનું પણ જાહેર કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *