શાપર કારખાનાની છત પરથી પટકાતાં શ્રમિક યુવકનું મોત

શાપર-વેરાવળમાં કારખાનાની છત પરથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયેલા 27 વર્ષીય શ્રમિક યુવકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ શાપરમાં પી.એસ.પ્લાયવૂડના કારખાનામાં ઓરડીમાં રહી મજૂરી કામ કરતો સતેન્દ્ર બ્રિજવાન સોનવંશી (ઉં.વ.22) નામના યુવક ગત તા.15/10ના 11 વાગ્યે કારખાનાની છત પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

અહીં સારવાર દરમિયાન જ યુવકે રવિવારે બપોરે દમ તોડી દેતા શાપર પોલીસ મથકના એએસઆઈ મુકેશભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે યુવકે આપઘાત કર્યો કે અકસ્માતે પટકાયો? તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *