કોટડા સાંગાણી તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં બુધવારી બજારમાં ખુબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો ખરીદી માટે એકઠા થતા હોય બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામા નરશુબેન પ્રકાશભાઇ હિંગાડીયા કોટડા સાંગાણી પોલીસ મથકે દોડી આવ્યા હતા અને મદદ માગી હતી કે તેઓ તેમના પુત્ર સાથે ખરીદી કરવા આવ્યા હતા અને હવે પુત્ર મળતો નથી.
આથી શાપર (વે.) પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકને શોધી કાઢવા શાપર (વે.) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.બી.રાણાએ ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરવા સુચના આપી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી બાળકનો પતો મેળવી તેના માતા પિતા સાથે મિલન કરાવી આપ્યું હતું.
આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર. બી. રાણા, એ. એસ. આઇ. મુકેશભાઇ ડાભી, દિવ્યરાજસિંહ સરવૈયા તથા પો. હેડ કોન્સ. જયદીપસિંહ વાઘેલા, વીરમભાઇ ભીંભા, પો. કોન્સ જગશીભાઇ ઝાલા, દિવ્યેશભાઇ શામળા, મનસુખભાઇ ચૌહાણ, વિમલભાઇ વેકરીયા, બ્રિજરાજસિંહ જાડેજા તથા અલ્પેશભાઇ ડામસીયા વિગેરે દ્વારા કરવામા આવી હતી.