શાપરમાં ગૌમાતા સાથે અઘટિત કૃત્યનો પ્રયાસ કરનાર નરાધમ શખ્સ સામે આખરે ગુનો નોંધાયો

શાપરમાં ગૌમાતા સાથે અઘટિત કૃત્ય કરવાનો પ્રયાસ થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યા બાદ ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે અગાઉ આ મામલાને દબાવી દીધો હતો અને આરોપી સામે માત્ર પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. શાપર પોલીસ ફરજિયાત હરકતમાં આવી હતી અને આખરે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરવાની ફરજ પડી હતી.

મળતી માહિતી મુજબ શાપર વેરાવળ ઓવરબ્રિજ નીચેનો નવ સેકન્ડનો એક વીડિયો પોલીસ સુધી ખાનગી રાહે પહોંચ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ગાય પાછળ ઊભો રહી અજુગતું અને અશ્લીલ કૃત્ય કરવાનો પ્રયાસ કરતો દેખાયો હતો. આ અંગે શાપર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ખાટરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને એએસઆઈ દિવ્યરાજસિંહ સરવૈયા પોલીસ મથકે ફરજ પર હતા ત્યારે આ વીડિયો મળ્યો હતો. ત્યારબાદ ખાનગી તપાસ હાથ ધરતા વીડિયોમાં દેખાતો શખ્સ મહેશ ઉર્ફે મડિયા જામસીંગ જમરા (ઉ.વ. 35, રહે. રાજકોટ) હોવાનું બહાર આવ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું કે, તા. ૩ માર્ચની રાત્રે શાપર ઓવરબ્રિજ નીચે આ શખ્સ ગાય સાથે અજુગતું કૃત્ય કરવાનો પ્રયાસ કરતો હતો. આ કૃત્યથી ચોક્કસ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી સ્થિતિ સર્જાતાં પોલીસે આરોપીને ઝડપી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે. આ બનાવ બહાર આવતાં ગૌમાતા સાથે અઘટિત વર્તન કરનાર સામે ગૌભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *