રાજકોટમાં શાકભાજીની લારી ચલાવતો યુવાન બેભાન થઈ ઢળી પડ્યાના સીસીટીવી સામે આવ્યા છે. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીમાંથી શાકભાજીની લારી લઈને નીકળતો હોય છે ત્યારે અચાનક ઢળી પડતાં બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ શાકભાજીની લારીની નીચે ઘૂસી ગયો હતો.
આ દરમિયાન સામેથી આવી રહેલી એક વ્યક્તિ દોડી આવી અને થોડીવારમાં અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા. યુવાનની ગંભીર બની રહેલી સ્થિતિ જોતાં તેને CPR આપવામાં આવ્યા હતા, જોકે તેમ છતાં પણ કોઈ ફેર ન પડતાં 108ની મદદથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સિવિલમાં બે દિવસ સારવાર આપ્યા બાદ તે યુવાન સાજો થઈ જતાં રજા આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીમાંથી એક શાકભાજીધારક ત્યાંથી લારી લઈને નીકળતો હતો, જોકે એ દરમિયાન તે અચાનક બેભાન થઈ ઢળી પડતાં શાકની લારી નીચે આવી ગયો હતો.