રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે રાજદીપસિંહ જાડેજાએ વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ‘રાહુલ ગાંધી ઝીંદાબાદ’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણી લલિત કગથરા અને લલિત વસોયા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસને મજબૂત કરવા અને લોકોના પ્રશ્ને લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રાજદીપસિંહ જાડેજાએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અમે મહાપાલિકા વિસ્તારના લોકોના પ્રશ્નોને સક્રિયપણે ઉઠાવીશું અને મહાનગરપાલિકામાં ભાજપ સામે મજબૂત લડત આપીશું. તો રાજકોટના શહેરીજનોના પાયાના પ્રશ્નોને વાચા આપવા પર તેમણે ભાર મૂક્યો હતો, જેમાં પાણી, રસ્તા, ગટર, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે.
સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસની સંગઠન શક્તિને વધુ મજબૂત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘રાજકોટમાં કોંગ્રેસની સંગઠન શક્તિ વધુ મજબૂત કરવામાં આવશે.’ આ માટે તેમણે વધુમાં વધુ મહિલા અને પુરુષ સભ્યો કોંગ્રેસમાં જોડાય તે દિશામાં સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે, ‘પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા 18 પૈકી 15 વોર્ડમાં સંગઠનલક્ષી કામગીરી હાલમાં મહદઅંશે પૂર્ણ કરવામાં આવી છે, જેને હું આગળ વધારીશ.