શહેરમાં હેલ્મેટ કાયદો ફરજીયાત ન કરવા પૂર્વ મંત્રીની ભલામણ

રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવવાની છે. 8 સપ્ટેમ્બરથી દરેક ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવવાનું છે, જેની સામે જનતામાં રોષ પણ છે અને શહેરી વિસ્તારમાં હેલ્મેટ કાયદો ન હોવો જોઈએ એવો મત રજૂ કરી રહ્યા છે. લોકોના વિરોધની સામે ભાજપના હાલના એક પણ નેતા અવાજ ઉઠાવી ન શકતા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે આખરે આગળ આવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી હેલ્મેટ કાયદો શહેરી વિસ્તારમાં લાગુ કરવામાં ન આવે અને શહેર બહાર હાઇ-વે રોડ પર ફરજિયાત કરવામાં આવે તે માટે રજુઆત કરી છે. રાજકોટવાસીઓ પણ ગોવિંદ પટેલની રજુઆતને સમર્થન આપી શહેરી વિસ્તારમાં હેલ્મેટ કાયદો ન હોવો જોઈએ એવી માંગ કરી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્યએ CM અને ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી રાજકોટ દક્ષિણ વિભાગના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ઓનરેબલ જજ ગુજરાત હાઈકોર્ટ મારફતે હેલ્મેટના કાયદાને અસરકારક બનાવવા માટે તા. 08.09.2025થી અમલ કરવાનું સરકારને ફરમાન છે. જે મહામૂલી માનવ જીંદગીને કમોતે મરતા અને હેમરેજથી મુત્યુને ભેટતા ટુ-વ્હીલર ચાલકોના હિતમાં નિર્ણય આપ્યો છે, જે આવકારદાયક છે પરંતુ, આપ સાહેબને નમ્ર અરજ કે જેના અમલમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે જે આપના ધ્યાને મુકવા માંગુ છું. જે આપ સાહેબ હાઈકોર્ટમાં તે અંગે કેટલીક રાહત માંગો તો તેનો ન્યાયિક ઉકેલ આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *